Sunday 12 October 2014

તમારે મોબાઇલ પર Whatsappમાં offline થવું હોય તો?

- વોટ્સએપથી થોડા સમય માટે દૂર રહેવા આ ટ્રિક અપનાવો

- તમારા ફોનના Settings માં જઈને આટલું કરો અને ફોન રી-સ્ટાર્ટ કરી દો...


અમદાવાદ તા. 11 ઓક્ટોબર, 2014

આજનો યુઝર જેમ કમ્પ્યુટર પર ઇન્ટરનેટ દ્વારા ફેસબુકની લત લગાડીને બેઠો છે એવી જ રીતે મોબાઇલ યુઝરને વોટ્સએપનો જાણે નશો ચડ્યો છે. સ્માર્ટ ટીનેજર્સથી યંગસ્ટર્સ અને ત્યાર બાદ આજે દરેક ઉંમરના ગ્રુપમાં આ ચેટિંગ ઍપ્લિકેશન કમ્યુનિકેશનમાં રહેવાનો મૉડર્ન રસ્તો બની ગયો છે. ટ્રેડિશનલ મેસેજિંગને આરામ આપી દેતી આ ઍપ્લિકેશન ઇન્ટરનેટ દ્વારા ચાલતી હોવાથી મન્થ્લી ખર્ચ બચાવવામાં મદદરૂપ થાય છે તેમ જ મિડિયા ફાઇલ્સ (ફોટો, વિડિયો અને ઑડિયો) શૅરિંગ કરવાની ફૅસિલિટી યુઝર્સને વધુ ચસકો લગાડે છે.

તમે ક્યારેય વિચાર્યું છે કે તમારે વોટ્સએપમાં થોડા સમય માટે ઑફલાઇન થવું હોય અથવા તો થોડા સમય માટે તમને કોઈ મેસેજિસ ન મળે એવી પળો માણવી હોય તો? સીધી રીતે આ ઍપ્લિકેશનમાં આ પ્રકારનો કોઈ ઑપ્શન નથી. એથી જો ખરેખર તમારે આવી સ્થિતિની ક્યારેય પણ જરૂર પડે તો ઉંગલી ટેઢી કરવી પડે એમ એક ટ્રિક તમારી હેલ્પ કરી શકે છે.

તમે મેસેજિંગ એપનો યુઝ કરતા હશો તો તમે જોયું હશે કે તમે તમારા ફ્રેન્ડ્સ સાથે ચૅટ કરતા હો ત્યારે અથવા તો તેમનું ઓનલાઈન સ્ટેટસ જાણી શકતા હો છો. ઍપ્લિકેશનમાં ચેટિંગ બોક્સ દરમ્યાન તેના નામ નીચે ફ્રેન્ડ ઓનલાઈન છે અથવા તો છેલ્લે મેસેજ (Last seen) ક્યારે જોયો હોય એની જાણ થતી હોય છે જેના દ્વારા તમારા ફ્રેન્ડ્સ સ્ટેટસ જાણીને મેસેજ મોકલતા રહેતા હોય છે. વળી જો ફ્રેન્ડ ન મોકલે તો કોઈ ગ્રુપમાં તમે હો તો પણ વણજોઈતા મેસેજિસ મળતા રહેતા હોય છે. તો વોટ્સએપથી થોડો સમય દૂર રહેવા માટે આ ટ્રિક અપનાવો.

આ માટે તમારે તમારા ફોનના Settings માં જઈને Time and Dateમાં વર્ષને બદલીને કોઈ પણ પાછલું વર્ષ સેટ કરવાનું રહેશે. ઉદાહરણ તરીકે 2013ને બદલે 2012 કરી દો બસ, ત્યાર બાદ તમારો ફોન રી-સ્ટાર્ટ કરી દો. ફોન ઑન થયા બાદ તમને વોટ્સએપ ઍપ્લિકેશનનો તારીખ બરાબર ન હોવાનો એરર મેસેજ આવશે. બસ તો સમજી લો કે તમે થઈ ગયા ઑફલાઇન. (આમ કરવાથી તમે વોટ્સએપ પર મેસેજિસ મોકલી કે રિસીવ નહીં કરી શકો પરંતુ નોર્મલ કોલ, અન્ય ઇન્ટરનેટ ઍપ્લિકેશન, બ્રાઉઝર કામ કરશે.) જ્યારે ફરી વાર તમારે ઓનલાઈન મોડમાં જવું હોય તો ફક્ત વર્ષ ચેન્જ કરી દો એટલે ફરી તમારું વોટ્સએપ જેમ હતું એમ સ્ટાર્ટ થઈ જશે.

જો તમે iPhone યુઝર છો અને તમારે Last seen ટાઇમસ્ટેમ્પ છુપાવવો છે તો આ માટેનો ઓપ્શન ઉપલબ્ધ છે. આ માટે ઍપ્લિકેશનમાં Settings > Advanced  > Turn off 'Last Seen Timestamp' સેટ કરો.

No comments:

Post a Comment